- Gujarati News
- Local
- Gujarat
- Surat
- Infection Spreads At Double Speed, Active Cases Increase To 423, Elderly People From Dubai, Including Teachers
કોરોના સુરત LIVE:બમણી ગતિએ ફેલાતું સંક્રમણ, એક્ટિવ કેસ વધીને 423, દુબઈથી આવેલા વૃદ્ધ, ટીચર સહિતના સંક્રમિત
- કૉપી લિંક

- શહેર જિલ્લામાં 205674 કેસ સામે આવી ચૂક્યા છે
સુરત શહેર-જિલ્લામાં બમણી ગતિએ કોરોના સંક્રમણ વધી રહ્યું છે. વિતેલા 24 કલાકમાં નવા 84 કેસ નોંધાયા હતા. સિટીમાં 62 કેસ અને જિલ્લામાં 22 કેસ નોંધાયા હતા. 10 દિવસમાં પોઝિટિવિટી રેટ 0.92થી 1.92 ટકા પર પહોંચી ગયો છે. છેલ્લા 17 દિવસમાં 594 પોઝિટિવ કેસ નોંધા
નર્સ, એડ્વોકેટ, સહિતનાને કોરાના શહેરમાં નવા નોંધાયેલા કેસમાં દુબઈથી આવેલા કતારગામના વૃદ્ધ, રેવન્યુ ક્લાર્ક, તબીબી વિદ્યાર્થી, નર્સ, એડ્વોકેટ, વિદ્યાર્થીઓ, ટીચર, સફાઈકામદાર તેમજ રત્નકલાકાર સહિતનાઓ સંક્રમિત થયા છે.
શહેરમાંથી 31 વ્યક્તિ કોરોનામુક્ત શહેરમાં કોરોનાના નવા 84 કેસ સામે આવ્યા છે. ગત 21 ફેબ્રુઆરીએ શહેરમાં 21 કેસ નોંધાયા હતા. કોરોના પોઝિટિવ આવેલા 62 નવા કેસ શહેરમાં આવ્યા છે. સુરત શહેર જિલ્લામાં છેલ્લા બે દિવસથી 50થી વધુ કેસ સામે આવી રહ્યા છે. આજ રોજ શહેરમાંથી 27 અને જિલ્લામાંથી 4 દર્દી કોરોનામુક્ત બન્યા છે.
203005 લોકો કોરોનામાંથી સાજા થઇ ચૂક્યા છે અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 205674 કેસ સામે આવી ચુક્યા છે જે પૈકી 203005 લોકો કોરોનામાંથી સાજા થઇ ચુક્યા છે. કુલ 2240 લોકો શહેર જિલ્લામાં કોરોનામાં મૃત્યુ પામી ચુક્યાનું સરકારી ચોપડે નોંધાઈ ચૂક્યું છે.