કેદીનું કારસ્તાન:જૂનાગઢ જિલ્લા જેલમાં કેદીએ જેલમાં ખાડો ખોદીને મોબાઇલ છુપાવ્યો, અમદાવાદ સ્કોડ ટીમે ચેકિંગમાં ઝડપ્યો

જૂનાગઢ2 વર્ષ પેહલા
  • કૉપી લિંક
  • પોલીસે અજાણ્યા કેદી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

જૂનાગઢ જિલ્લા જેલમાં સમયાન્તરે થતી ચેકિંગની કામગીરીમાં મોબાઈલો મળવાનો સીલસીલો હજુ ચાલુ છે. જેમાં ગઈકાલે અમદાવાદ સ્કોર્ડ દ્વારા જેલની ઝડતી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન વધુ એક બીનવારસુ મોબાઈલ મળી આવ્યો હતો. જે અંગે પોલીસે અજાણ્યા કેદી સામે

.

મોબાઈલ ખાડામાં છુપાવેલો હતો
જૂનાગઢ જિલ્લાની જેલ જાણે મોબાઈલ શોપ હોય તેમાં છાશવારે ઝડતીની કાર્યવાહીમાં મોબાઈલો મળી આવે છે. તેવી રીતે વધુ એક વખલ મળેલ મોબાઈલની ઘટના અંગે પ્રાપ્ત વિગતોનુસાર અમદાવાદ જેલર ગ્રુપના એએસઆઈ દેવશી રણમલ કરંગીયા સહિતની ટીમ ગઈકાલે બપોરે દોઢ વાગ્યે જૂનાગઢ જિલ્લા જેલમાં આવી પહોંચી હતી. બાદમાં ટીમએ અઢી કલાક સુધી જેલના અલગ અલગ બેરેક અને યાર્ડમાં ચેકિંગની કામગીરી કરીને ઝડતી લીધી હતી. જેમાં બપોરે અઢી વાગ્યાના અરસામાં ટીમને જેલમાં લાયબ્રેરી પાછળના ભાગે વચ્ચેની બારી પાસે ખાડો ખોદીને છુપાવવામાં આવેલો સીમકાર્ડ વગરનો બેટરી વાળો સાદો મોબાઈલ ફોન મળી આવ્યો હતો. આ સિવાય અન્ય કશું વાંધાજનક મળી આવેલ ન હતુ. જેને કબજે લઈને ટીમ દ્વારા અજાણ્યા સામે એ ડીવીઝન પોલીસ લમાં ફરીયાદ નોંધવવામાં આવી હતી.

અગાઉ પણ જેલમાંથી પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી હતી
અત્રે નોંધનીય છે કે, જૂનાગઢ જિલ્લામાં થોડા સમય અગાઉ કેદીઓ દ્વારા જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી. જે સામે આવતા જેલના જવાબદારોની બદલીઓ કરવામાં આવી હતી. ત્યારબાદ પણ જેલમાંથી મોબાઇલ, માવા જેવી પ્રતિબંધિત વસ્તુઓ મળવાનો સીલસીલો અવિરત ચાલુ હોવાથી અનેક સવાલો ઉભા થયા છે.


LockIcon
Content blocker

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરોDownload android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો

લોકસભા ચૂંટણી 2024

Today Weather Update

Our Group Site Links