• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • 'If We Don't Pay The Electricity Bill, We Will Cut The Connection', After Siddhpur, A Message Came To The Farmers In Radhanpur To Pay The Electricity Bill

ફ્રોડ મેસેજથી સાવધાન રહેજો:'વીજ બિલ ભરો નહીં તો જોડાણ કાપી લઇશું', સિદ્ધપુર બાદ રાધનપુરમાં ખેડૂતોને પણ વીજ બિલ ભરી દેવા મેસેજ આવ્યો

પાટણ3 વર્ષ પેહલા
  • કૉપી લિંક
  • ગઇકાલે સિદ્ધપુર પંથકના ખેડૂતોને મેસેજ આવ્યા હતા

સિદ્ધપુર શહેર બાદ રાધનપુરમાં પણ કેટલાક ગામોમાં ઉત્તર ગુજરાત વીજ કંપનીના ગ્રાહકોએ વીજ બિલ ભર્યું હોવા છતાંય વોટ્સએપ અને એસએમએસથી બાકી વીજ બિલ ભરી દેવા નહિતર વીજ જોડાણ કાપી નંખાશે. તેવો મેસેજ આવતા ગ્રાહકો અવઠવમાં મુકાયા છે.

.

વીજ કંપની આવા મેસેજ મોકલી નથી રાધનપુરના રામનગર સોસાયટીમાં રહેતા વિષ્ણુ ઠાકોરના મોબાઇલમાં મેસેજ આવ્યો હતો. આ અંગે વિષ્ણુ ઠાકોરે રાધનપુર જીઈબીમાં તપાસ કરતા ફ્રોડ મેસેજ હોવાનું જાણવા મળ્યું હતું. સિદ્ધપુરમાં પણ તપાસ કરતા ઠગકંપની દ્વારા આવા ફ્રોડ મેસેજ કરી ગ્રાહકો પાસેથી નાણાં પડાવતા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આવા ફ્રોડ મેસેજથી સતર્ક રહેવા તેમજ વીજ કંપની દ્વારા ક્યારે પણ મોબાઈલ નંબરથી વીજ બિલ ભરવા અંગે કોઈપણ મેસેજ મોકલાતા નથી તેવું ડે. ઈજનેર પી એસ ચૌધરીએ જણાવ્યું હતુ.

ગ્રાહકોને પૂછપરછ માટે નંબર પણ મોકલવામાં આવે સિદ્ધપુર અને રાધનપુર પંથકમાં કેટલાય વીજ ગ્રાહકોને મોબાઈલ પર એક મેસેજ આવતો હોય છે જેમાં તેમનું બાકી વીજ બિલ સત્વરે ભરી દેવા જણાવાય છે. નહિતર વીજ જોડાણ કાપી નંખાશે તેવું જણાવી વધુ વિગત માટે એક નંબર પણ મોકલવામાં આવે છે. આવા ગ્રાહકો પૂછપરછ માટે જ્યારે આ નંબર પણ મોકલવામાં આવે છે. આવા ગ્રાહકો પૂછપરછ માટે જ્યારે આ નંબર ઉપર ફોન કરે છે. ત્યારે નંબર બીઝીટોન આવે છે તેમજ ફોન ડિસ્કનેક્ટ થતા જ મેસેજ આવે છે કે થોડીવારમાં આપનો સંપર્ક કરાશે.

રૂપિયા ખંખેરવાની નવી રીત બાદમાં તે નંબર ઉપરથી ફોન આવતા હિન્દી ભાષી વ્યક્તિ વીજ બિલ ભરવા વાત કરે છે. તેમજ પ્લેસ્ટોરમાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી કે, ઓટીપી, લિંક, અથવા યુપીઆઈ કે કયુઆર કોડ દ્વારા ફ્રોડ આચરી નાણાં ખંખેરી લેતા હોય છે.


LockIcon
Content blocker

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરોDownload android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links