આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠના શીલીમાં ઉજ્જવલા દિવસની ઉજવણી અંતર્ગત ૧૬૩ લાભાર્થીઓને એલ.પી.જી ગેસ જોડાણનું વિતરણ કરાયું.


ujjawala.jpg

ઉમરેઠના એચ.પી.ગેસ ડીલર એમ.જીતેન્દ્ર.શાહ દ્વારા તાલુકાના શીલી ખાતે માનબા માતાના મંદિર હોલ ખાતે સુમીત રોય (જનરલ મેનેજર,ઓ.એન.જી.સી)ની અધ્યક્ષતામાં તેમજ જિલ્લા પંચાયતના સભ્ય નરેન્દ્રભાઈ ચૌહાણના મુખ્ય મહેમાન પદે ઉજ્જવલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ સમયે અતિથિ વિશેષ પદે રતનપુરાના સરપંચ ઘનશ્યામ પટેલ, અહીમાના સરપંચ સુરેન્દ્રસિંહ ચૌહાણ વિશેષ ઉપસ્થીત રહ્યા હતા. સમારોહમાં ઉમરેઠ તાલુકાના ૧૬૩ લાભાર્થીઓને ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ જોડાણનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઘરે બેઠા ગેસ જોડાણ મળતા મહિલાઓએ આનંદ વ્યક્ત કર્યો હતો અને તેઓને રાંધણ ગેસનું સુખ આપવા બદલ સમગ્ર તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. સમારોહની શરૂઆતમાં એમ.જીતેન્દ્ર.શાહ એચ.પી.ગેસ ઉમરેઠના મુકેશભાઈ દોશીએ ઉપસ્થીત મહેમાનોને શાબ્દીક તેમજ ફુલહાર થી સ્વાગત કર્યો હતો,ત્યાર બાદ મંચસ્ત મહાનુંભાવોએ દિપ પ્રાગટ્ય કરી સમારોહ ખુલ્લો મુક્યો હતો. આ સમયે સમારોહમાં ઉપસ્થીત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મહીલા અધીકારીશ્રીએ એલ.પી.જી ગેસના ઉપયોગ થી થતા ફાયદા અંગે માર્ગદર્શન આપ્યું હતુ અને ઉપસ્થીત મહીલાઓને ગેસ સિલેન્ડર વાપરવા માટે માર્ગદર્શન આપ્યું હતું. એચ.પી.ગેસના મુકેશભાઈ દોશીએ ઉજ્જવલા યોજના અંગે ઉપસ્થીત લાભાર્થીઓને વિસ્તૃત માહિતી આપી હતી અને જે લાભાર્થીઓ હજૂ પણ રાંધણ ગેસ મેળવવામાં નિષ્ફળ નિવળ્યા છે તેઓને માહીતી પુરી પાડી હતી. જિલ્લા પંચાયતના સભ્ય નરેન્દ્રસિંહ ચૌહાણે ઉજવલા યોજના થી સરકાર દ્વારા ઘરે ઘરે ગેસ પહોંચાળવા માટે જે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તેને હવે આંદોલનનું સ્વરૂપ ધારન કર્યું છે, આ આંદોલન દ્વારા ઘરે ઘરે રસોડામાં ક્રાંતિ આવી ગઈ છે. ઓ.એન.જી.સીના જનરલ મેનેજર સુમિત રોયએ પણ પોતાના વિચારો રજૂકરતા જણાવ્યું હતુ કે એલ.પી.જી ગેસ મેળવી મહિલાઓ ખુશ ખુશાલ થઈ ગઈ છે, ઉજ્જવલા યોજના ખરેખર એક અગત્યની યોજના છે જેનો સૌ કોઈ લાભાર્થી મહીલાએ લાભ લેવો જોઈયે. સમારોહમાં ઉપસ્થિત એલ.પી.જી વપરાશ કરતા ભાવનાબેન નરેન્દ્રભાઈ પંડ્યા તેમજ રક્ષાબેન કાંન્તિભાઈ પરમારએ એલ.પી.જી ગેસ મેળવ્યા બાદ પોતાના રસોડામાં કેવી રીતે પરિવર્તન આવ્યું અને તેઓનું જીવન કેવી રીતે શરળ બન્યુ તે અંગે ઉપસ્થિત નવા લાભાર્થિઓ સાથે ચર્ચા કરી હતી. ગેસ વાપરવા અંગે તકેદારી રાખવા માટે લોકો સજાગ અને જાગૃત બને તે માટે એમ.જીતેન્દ્ર શાહ એચ.પી ગેસ ડીલરના મિકેનીક બુરહાન વ્હોરા દ્વારા ઉપસ્થિત મહીલાઓ ને ગેસ સિલેન્ડર વાપરતા સમયે રાખવામાં આવતી તકેદારી અંગે વિસ્તૃત માર્ગ દર્શન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન એમ.જીતેન્દ્ર.શાહ એચ.પી.ગેસના મેનેજર વિજય કિરીટભાઈ દોશીએ કર્યું હતુ અને આભાર વિધિ મુકેશભાઈ દોશીએ કરી હતી. સમારોહને સફળ બનાવવા માટે હર્ષ શાહ (અંચી),પરેશભા દોશી તેમજ પાર્થ શાહ, દિપાલી સુથાર તેમજ કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. 

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.